ભારતે ઓડિશાના ચાંદીપુરથી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ
Live TV
-
ભારતે ઓડિશાના ચાંદીપુરથી ટુંકા અંતરની ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન - ડીઆરડીઓના જણાવ્યા પ્રમાણે ખુબ જ ઓછી ઊંચાઇએ વર્ટીકલ લોન્ચરની મદદથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળના જહાજોમાંથી મિસાઇલના ભાવિ પ્રક્ષેપણ માટે જરૂરી સાધનો અને તમામ શસ્ત્ર પ્રણાલીના ઘટકોના સંકલિત ઓપરેશનને માન્ય કરવા માટે આ સિસ્ટમનું પ્રક્ષેપણ હાથ ધરવામાં આવ્યું હતું. સફળ પરીક્ષણ બદલ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ અને નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહયું કે આ સિસ્ટમ હવાઇ ખતરા સામે ભારતીય નૌકાદળના જહાજોની સંરક્ષણ ક્ષમતાને વધારશે.
