ભારત અને બાંગ્લાદેશની વચ્ચે મહા-નિદેશક સ્તરની વાર્તા આજથી થશે શરૂ
Live TV
-
સરહદ પારથી થતાં અપરાધો સહિત બોર્ડર સંબંધિત અનેક મુદ્દાઓ પર કેન્દ્રીત હશે ચર્ચા વિચારણા
ભારતીય સીમા રક્ષાદળ અને બોર્ડરગાર્ડ બાંગ્લાદેશ વચ્ચે 51મો મહાનિર્દેશન સીમા સ્તરીય સમન્વય સંમેલન આજે ગુવાહટીમાં શરૂ કરવામાં આવ્યો છે. આ સંમેલનમાં બીએસએફના વડા રાકેશ અસ્થાના અને બોર્ડરગાર્ડ બાંગ્લાદેશના મેજર જનરલ શફીનુલ ઇસ્લામના નેતૃત્વ હેઠળ બીએસએફનુ પ્રતિનિધિ મંડળ અને બાંગ્લાદેશના બોર્ડરગાર્ડનુ પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહેશે. આ સંમેલન યોજવાનો મુખ્ય ઉદ્દેશ બંન્ને દેશની સીમા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા સાથે બંન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધો વધારવા માટેનો છે. તેમજ સીમા પર થતા અપરાધો અને ગુનાહિત ઘટનાઓ પર અંકુશ મેળવવા અને બંને દેશના દળોને સૂચનો કરી નિયંત્રણ કરવા આ બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ અગાઉ સીમા સમન્વય સંમેલન 16 થી 19 સપ્ટેમ્બર 2020 ઢાકામાં આયોજિત કરવામાં આવ્યો હતો.
