ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર થયા
Live TV
-
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 2 દિવસ ભારતની મુલાકાતે છે. ત્યારે આજે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ શેખ હસીના વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. જેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવિધ MoU અને કરારોની આપ-લે થઈ હતી.
બંને દેશો વચ્ચે અંતરિક્ષ, રેલવે, સમુદ્ર વિજ્ઞાન અને ઇમરજન્સી મેનેજમેન્ટ અંગે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. ભારત બાંગલાદેશ વચ્ચે ગ્રીન પાર્ટનિરશિપ પર સમજૂતી થઈ છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ઉદબોધન કરતા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું હતું કે, ભારત અમારો મુખ્ય પાડોશી, વિશ્વાસુ મિત્ર અને પ્રાદેશિક ભાગીદાર છે. બાંગ્લાદેશ સાથેના સંબંધો 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન વિકસ્યા હતા, હું ભારતના બહાદુર, શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે 1971માં અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન પોતાનું બલિદાન આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી, એક્ટ ઇસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઇન્ડો-પેસિફિક વિઝનમાં અમારી સાથે છે અને છેલ્લા એક વર્ષમાં, અમે સાથે મળીને સંખ્યાબંધ મહત્વપૂર્ણ પરોપકારી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ હતું.. અને તેમને ગાર્ડ ઑફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શેખ હસીના,, રાજઘાટ પહોંચ્યા હતા જ્યાં તેમણે, ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
