Skip to main content
Settings Settings for Dark

ભારત અને રવાન્ડા વચ્ચે વિવિધ સમજૂતી, પ્રધાનમંત્રી મોદીએ કિગાલી નરસંહાર સ્મારકની મુલાકાત લીધી

Live TV

X
  • ભારત અને રવાન્ડા વચ્ચે થયેલી બે સમજૂતી હેઠળ રવાન્ડાને 200 મીલિયન ડોલરની આર્થિક સહાય, રવાન્ડામાં ભારતીય દૂતાવાસ ખોલવામાં આવશે, ચર્મ ઉદ્યોગ, વિજ્ઞાન, ટેકનોલોજી તથા તાલિમ માટે કરાર કરવામાં આવ્યા હતા.

    ત્રણ આફ્રિકન દેશોની પાંચ દિવસીય પ્રવાસના પહેલા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રવાન્ડાના પાટનગર કિગાલી પહોંચ્યા હતા. રવાન્ડાના પ્રમુખે કિગાલી એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. આફ્રિકન દેશો સાથે ભારતના સંબંધ મજબૂત કરવા માટે આ પ્રવાસ મહત્ત્વનો માનવામાં આવે છે. આ દરમ્યાન પ્રધાનમંત્રી મોદી દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સંમેલનમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી યુગાન્ડા પણ જશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસને કારણે આફ્રિકા સાથેના ભારતના સંબંધ વધુ મજબુત થશે. રવાન્ડા પહોંચનાર નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે. મંગળવારે વડાપ્રધાને કિગાલી ખાતે આવેલા નરસંહાર સમારકની મુલાકાત લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

    પ્રધાનમંત્રી આ પ્રવાસ દરમ્યાન વેપાર-ઉદ્યોગના લોકોને સંબોધન કરવાની સાથે ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. ભારતે રવાન્ડાને 40 કરોડ ડોલરનું ધિરાણ આપ્યું છે. ત્યાં ભારત દ્વારા વિદ્યાર્થીઓને તાલિમ આપવાનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply