ભુટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી દ્વિપક્ષીય બેઠક
Live TV
-
બંને દેશો વચ્ચે પાંચ વિષયો પર થઈ સહમતિ
ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. ગઇકાલે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ પારસ્પરિક હિતોના તમામ મુદ્દે વિસ્તારપુર્વક ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં બંને નેતાઓએ આર્થિક સહયોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાને મુદે ચર્ચા કરી હતી. તે પછી ભૂટાન નરેશે રાષ્ટ્રપતિ દ્રોપજી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું કે ભારત અને ભૂટાન આર્થિક સહયોગને આગળ ધપાવીને પ્રગતિ સાધવા સાથે મળીને કામ કરશે. ભારત અને ભૂટાન વચ્ચે પાંચ વિષયો પર સહમતી બની હતી. કૃષિ, કોલસા અને પેટ્રોલિયમ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓના સપ્લાયને સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળાની દ્વિપક્ષીય વ્યવસ્થા વિકસાવવા બંને દેશો સાથે મળીને કામ કરશે.
