Skip to main content
Settings Settings for Dark

ભ્રષ્ટાચાર મુક્ત અને કડક નિર્ણયો લેનારી છે સરકાર - અમિત શાહ

Live TV

X
  • દેશને પરિવારવાર અને તુષ્ટિકરણથી મુક્ત કરી વિકાસની રાજનીતિ શરૂ કરી - અમિત શાહ

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને 4 વર્ષ પૂરાં થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ કહ્યું કે જ્યારે મોદીજીને NDAના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારે તેઓએ અનેક વાત કરી હતી. ત્યારે મોદીજી આ વાયદાને પૂરાં કરવામાં ખરા ઉતર્યા છે. સમગ્ર વિપક્ષ મોદીજીને હટાવવામાં લાગ્યાં છે, જ્યારે કે સરકારનો એજન્ડા ગરીબી-ભ્રષ્ટાચાર હટાવવાનો છે.અમિત શાહે કહ્યું કે, "હું પાર્ટી તરફથી મોદીજીને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. તેમની સરકારના સભ્યોને પણ અભિનંદન આપુ છું.2014માં મળેલા જનાદેશ અનેક બાબતોમાં ઐતિહાસિક હતો. 30 વર્ષની અસ્થિરતા પછી દેશે મોદીજીની સ્થિર સરકારને ચૂંટી. આઝાદી પછી પહેલી વખત પૂર્ણ જનાદેશથી ગેરકોંગ્રેસી સરકાર બની.જ્યારે મોદીજીને NDAના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યાં ત્યારે તેઓએ અનેક વાત કરી હતી. જેમાં એક એવી કે આ સરકાર ગામડાં, પછાત, ગરીબોની સમર્પિત સરકાર છે. બીજી વાત એ કે- આપણે દેશને ઉપર લઈ જવાનું કામ કરીશું. મોદીજી તેમને કરેલાં આ વાયદાઓમાં ખરા ઉતર્યાં છે.દેશને એક દિવસમાં 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણે વિશ્વને સૌથી લોકપ્રિય જનનેતા આપવાનું કામ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply