Skip to main content
Settings Settings for Dark

PMએ કરી મન કી બાત, નેવી ટીમ તારીણીના સાહસને બિરદાવ્યુ, વીર સાવરકરને કર્યા યાદ

Live TV

X
  • મને ખુશી છે કે વિરાટ કોહલીએ મને ચેલેન્જ આપી છે અને મેં પણ તે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે. આવી ચેલેન્જ આપણને ફિટ રાખશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત આજે નૌકાદળની છ મહિલા કમાન્ડરોએ કરેલી નાવિકા સાગર પરિક્રમાથી શરૂઆત કરી હતી.  તેમણે તમામને અભિનંદન પાઠવ્યા હતા.  પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સાહસની ગોદમાં જ વિકાસ જન્મ લે છે.  તેમણે  માઉન્ટ એવરેસ્ટ સર કરનારા બાળકો અને પિતા- પુત્રી વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ફિટ ઈન્ડિયા ને મળી રહેલા અદ્ભૂત પ્રતિસાદની  વાત કરી હતી.  તેમણે જણાવ્યું હતું કે,  આ પ્રકારની ચેલેન્જ આપણને ફીટ રહેવાની અને બીજાને પણ ફિટ રહેવા પ્રોત્સાહન પૂરૂં પાડશે. પ્રધાનમંત્રીએ અત્યારના વેકેશનના સમયમાં બાળકોને પરંપરાગત રમતો રમવા અનુરોધ કર્યો હતો. આ રમતોને પ્રોત્સાહન આપવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. "ગત મહિને જ્યારે મેં ફિટ ઈન્ડિયાની વાત કરી તો મને ખ્યાલ ન હતો કે આટલો સારો રિસ્પોન્સ મળશે. ફિટ ઈન્ડિયામાં આજ દરેક લોકો જોડાય રહ્યાં છે. અભિનેતા, જવાન, ટીચર, ખેલાડીઓ. મને ખુશી છે કે વિરાટ કોહલીએ મને ચેલેન્જ આપી છે અને મેં પણ તે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે. આવી ચેલેન્જ આપણને ફિટ રાખશે."પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તને ઘટાડવામાં ભારતનું નેતૃત્વ વધી રહ્યું છે. જેને વિશ્વમાં  સ્વીકૃતિ મળી રહી છે.  તેમણે પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવા હિમાયત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યોગ  દ્વારા માનસિક શાંતિનો અનુભવ થાય છે.  તેમણે યોગના સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા અને સ્વસ્થ દેશનું નિર્માણ કરવા નાગરિકોને અપીલ કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે આજે  તેમને  અંજલી આપી હતી.  તેમણે જણાવ્યું હતું કે, આજે વીર સાવરકરનો પણ જન્મ દિવસ પણ છે. સાવરકરે જ 1857ની ઘટનાને આઝાદીની પ્રથમ લડાઈ ગણાવી હતી. PMએ જણાવ્યું હતું કે રાજસ્થાનના સિક્કરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી ગરીબ દીકરીઓ દરજી કામ તેમજ કૌશલ્ય વિકાસનો કોર્સ કરીને આત્મનિર્ભર બની છે.પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ઘણી વખત ચાની કિટલી પર લોકો જુદી જુદી સમસ્યાઓ વિશે ચર્ચા કરતાં હોય છે, પણ તે માત્ર ચર્ચા સુધી જ સીમીત રહી જાય છે.  તેમણે પ્રકાશ રાવનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ ધારે તો આ સમસ્યાના ઉકેલમાં પોતાનું નાનું પણ મહત્વનું યોગદાન આપી શકે છે. પ્રધાનમંત્રીએ હાલ ચાલી રહેલા મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસની વાત કરીને તેમને રમજાન ઈદની શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply