PM મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું તેમજ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યુ
Live TV
-
આ યોજનાથી દિલ્હી અને મેરઠની વચ્ચે સુરક્ષા સાથે મુસાફરીના સમયમાં ઘટાડો થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ,દિલ્હી - મેરઠ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું તેમજ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યુ.આ યોજનાથી દિલ્હી અને મેરઠની વચ્ચે સુરક્ષા સાથે મુસાફરીના સમયમાં ઘટાડો થશે. દિલ્હી એનસીઆર , ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોને વિશેષ લાભ થશે. યમુના બ્રિજના ઉદ્ઘાટન દરમિયાન મોદીનો ખુલી જીપમાં છ કિલોમીટરનો રોડ શો યોજ્યો..આ દરમિયાન પીએમને જોવા માટે ભારે જનમેદની ઉમટી હતી..પ્રધાનમંત્રી મોદી દિલ્હીના નિઝામુદ્દીન બ્રિજથી રોડ - શો નો આરંભ કરાવ્યો હતો. દિલ્હી - મેરઠ એક્સપ્રેસ - વેના પ્રથમ તબક્કાની લંબાઈ, નવ કિલોમીટર છે તે 14 લેનનો છે. આ પ્રથમ તબક્કામાં કુલ 842 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. માર્ગની બંને બાજુ સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. 2019 સુધીમાં એક્સપ્રેસ - વે પૂર્ણ થવાની શક્યતાઓ છે, તેમજ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે માત્ર 500 દિવસમાં બનાવવામાં આવ્યો છે. 135 કિલોમીટર લાંબા આ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેમાં, કુલ અગિયાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ એક્સપ્રેસ - વેથી દિલ્હીની અંદર આવ્યા વગર બાયપાસથી ભારે વાહનો ,બીજા રાજ્યોમાં પરિવહન કરી શકશે. આ કારણે દિલ્હીમાં 27 ટકા જેટલો પ્રદૂષણમાં ઘટાડો થશે અને ટ્રાફિક જામથી છૂટકારો થશે





