ભ્રષ્ટાચાર સામેના પગલાની જીત છે: રવિશંકર પ્રસાદ
Live TV
-
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ ટિવટ કરીને કોલકતાની ઘટનાક્રમની આલોચના કરતાં જણાવ્યું હતું કે, મમતાનું વર્તન તેઓ કેવું અરજકતાભર્યું શાસન આપી શકે છે તેનો નમૂનો પૂરો પાડે છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોલકાતા શારદા ચીટ ફંડ ગોટાળા અંગે હાથ ધરાયેલી કામગીરી સંબંધે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ ભ્રષ્ટાચાર સામેના પગલાની જીત છે. અને કોલકાતાના કમિશનરને કોલકાતાના બદલે શિલોંગમાં સીબીઆઈ સમક્ષ હાજર થવાનું રહેશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સુપ્રીમના આદેશને આવકાર આપતાં જણાવ્યું હતું કે, મમતાના વિરોધ દેખાવો બનાવટી છે.
