રાજીવકુમારે CBI સમક્ષ હાજર થવું પડશે: SC
Live TV
-
સુપ્રીમ કોર્ટે આજે કોલકાતાના શારદા ચીટ ફંડ ગોટાળામાં સીબીઆઈની અરજી ઉપર સુનાવણી કરીને નિર્દેશ આપ્યો હતો. જેમાં જણાવાયું છે કે કોલાકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારે સીબીઆઈની તપાસમાં સહયોગ આપવો પડશે. કેમ કે સીબીઆઈએ અદાલતમાં જણાવ્યું હતું , કે અમારી તપાસમાં કોલકાતા પોલીસનો અભિગમ અયોગ્ય રહ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં થયેલી કાર્યવાહીની વિગત આપતા એડવોકેટ નલીન કોહલીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન ચલાવાઈ રહ્યું છે. તેમાં સીબીઆઈની કામગીરી મહત્વપૂર્ણ રહી છે. આ ગોટાળામાં 20થી 25 લાખ લોકોના 40 હજાર કરોડ રૂપિયા લૂટાયા છે. જેમાં સત્ય બહાર આવશે અને કસૂરવારને શિક્ષા થશે. ત્રણ ન્યાયાધીશની બેન્ચે ચીફ જસ્ટીસના વડપણ હેઠળ સુનાવણી હાથ ધરી હતી. જેમાં સીબીઆઈએ કહ્યું હતું કે તમને આપવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે અને પોલીસ કમિશનરે રેકોર્ડનો નાશ કર્યો છે. આ અંગેની વધુ સુનાવણી 20 ફેબ્રુઆરીએ થશે. દરમિયાન સુપ્રીમ કોર્ટે બંગાળના ચીફ સેક્રેટરી પશ્ચિમ બંગાળના ડીજીપી ખાતે કોલકાતાના પોલીસ કમિશનરને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે. ગૃહમંત્રાલયે રાજ્ય સરકારને કલકત્તા પોલીસ કમિશનર રાજીવકુમાર સામે અનુશાસન ભંગના પગલાં લેવા સૂચના આપી છે.
