મગહર પહોંચ્યા પીએમ મોદી, કબીર એકેડમીનો કર્યો શિલાન્યાસ, મજાર પર ચઢાવી ચાદર
Live TV
-
પ્રધાનમંત્રીએ અહીં સંત કબીર એકેડમીની આધારશિલા રાખી. હવે અહીં જનસભાને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં સંત કબીરની નગરી સંત કબીર નગરમાં છે. અહીં પહોંચીને તેમણે સૌથી પહેલા કબીરને નમન કર્યું અને તેમની સમાધિ પર ચાદર ચઢાવી. આજે કબીરનો 620મો પ્રાગટ્ય દિવસ છે. પ્રધાનમંત્રીએ અહીં કબીર એકેડમીના મોડલની પણ મુલાકાત લીધી.
પ્રધાનમંત્રીએ અહીં સંત કબીર એકેડમીની આધારશિલા રાખી. હવે અહીં જનસભાને સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના મગહરમાં સંત કબીરની સ્મૃતિમાં અનુસંધાન કેન્દ્રનો શિલાયન્સ કરશે, અને જનસભાને સંબોધન કરશે. પ્રધાનમંત્રી સંત કબીર ગુફાની સાથે કબીર દાસની સમાધી સ્થળ અને મઝર ઉપર જશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સંત કબીરદાસ એકેડેમીનો શિલાયન્સ કરશે. આ એકેડેમી દ્વારા કબીરદાસના દર્શન અને શિક્ષણનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી મગહરના વિકાસકાર્યોથી જોડાયેલ એક ડઝનથી વધુ યોજનાની આધારશીલા રાખશે. કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશથી હજારો કબીરો મગહર પહોંચી રહ્યાં છે.
