UGCને ભંગ કરી નવું સંગઠન બનાવવાનો પ્રસ્તાવ
Live TV
-
સરકારે દેશમાં ઉચ્ચ શિક્ષણના સુધારાના પ્રયાસના ભાગરૂપે યુજીસીને ભંગ કરવા અને તેના સ્થાને નવું સંગઠન બનાવવાને પ્રસ્તાવ કર્યો છે.
સરકારે દેશમાં ઉચ્ચ શિક્ષણના સુધારાના પ્રયાસના ભાગરૂપે યુજીસીને ભંગ કરવા અને તેના સ્થાને નવું સંગઠન બનાવવાને પ્રસ્તાવ કર્યો છે. તેના સ્થાને દાખલ કરાનાર નવા સંગઠન ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ સંબંધિત વિધેયકનો મુસદ્દો માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જનતાની ટીપ્પણીઓ અને સૂચનો માટે જાહેર કર્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ તમામ શિક્ષણ શાસ્ત્રીઓ અને અન્ય સંબંધિત લોકો પાસેથી આવતા મહિનાની સાત તારીખ સુધી પોતાના સૂચનો મોકલવા અનુરોધ કર્યો છે. સૂચનોને રીફોર્મ ઓફ યુજીસી એટ જીમેલ ડોટ કોમ ઉપર મોકલી શકાશે.
