મધ્યપ્રદેશના ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન 11 ના મોત
Live TV
-
મધ્યપ્રદેશના ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના થઈ હતી. ગણેશ વિસર્જન સમયે એક હોડી ઉથલી પડી હતી. જેમાં 11 વ્યક્તિના મોત થયા હતા. આ દુર્ઘટના ભોપાલના ખાટલાપુર ઘાટ ઉપર બની હતી. આ બનાવ બાદ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે ઘટનાની મેજીસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. પ્રદેશના જનસંપર્ક મંત્રી પી. સી. શર્માએ કહ્યું કે, મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાનુ વળતર અપાશે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના નેતા શિવરાજસિંહ ચૌહાણે ઘટના સ્થળે પીડિતોના ખબર અંતર પૂછ્યાં હતાં. તેમજ પીડિતોના ઘરે જઈ તેમની મુલાકાત કરી હતી. તેમણે આ બનાવમાં દોષીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી.
