Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશમાં 2013 પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડમાં CBI ની સ્પેશિયલ કોર્ટ દ્વારા સજા જાહેર કરી, એક દોષીને 10 વર્ષ, બાકીના 30 દોષીઓ ને 7 વર્ષની સજા આપવામાં આવી

Live TV

X
  • CBIએ વ્યાપમ કૌભાંડમાં 170 FIR દાખલ કરી હતી. તેમાંથી 143 મામલામાં ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે. 7 મામલાની તપાસ ચાલુ છે. શંકાસ્પદ મોતના 16 મામલા સહિત 20 મામલા પૂર્ણ થઇ ચૂક્યા છે. તેનાથી જોડાયેલા કેસમાં 2500થી વધુ લોકો આરોપી છે જેમાંથી લગભગ 1000 પરીક્ષાર્થી છે. જુલાઇ 2015થી CBI આ કૌભાંડની તપાસ કરી રહી છે.

    ભોપાલ: વ્યાપમની પોલીસ આરક્ષક ભરતી પરીક્ષા 2013ના મામલામાં સોમવારે CBIની વિશેષ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો. કોર્ટે 30 આરોપીઓને 7-7 વર્ષ જ્યારે દલાલ પ્રદીપ કુમાર ત્યાગીને 10 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટે દલાલ ત્યાગીને મુખ્ય સૂત્રધાર માન્યો હતો. ગત અઠવાડિએ(ગુરૂવારે) CBIની વિશેષ કોર્ટે આ મામલામાં દરેક 31 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ચૂકાદો આજ માટે સુરક્ષિત રાખ્યો હતો.

    આ મામલામાં જેમને સજા થઇ તેમાં 12 પરીક્ષાર્થી, 12 ફેક પરીક્ષાર્થી (જેમણે મુખ્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપી) અને 7 દલાલ સામેલ છે. વિશેષ જજ જસ્ટિસ એસબી સાહૂએ સજા સંભળાવ્યા બાદ દરેક આરોપીઓને ભોપાલ સેન્ટ્રલ જેલ મોકલી દીધા હતા. વ્યાપમથી જોડાયેલા 150 મામલામાંથી 14મા કેસમાં સોમવારે ચૂકાદો આવ્યો પરંતુ પહેલી વખત કોર્ટે દરેક આરોપીઓને દોષિત માન્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply