Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમને આજે ટેક્ષેસન લોઝ સુધારણા વિધેયક 2019 રજૂ કર્યું

Live TV

X
  • નાણાંમંત્રી નિર્મલા સીતારમને આજે લોકસભામાં ટેક્ષેસન લોઝ સુધારણા વિધેયક 2019 રજૂ કર્યું છે.  આ વિધેયકમાં ઘરેલુ કંપનીઓને 22%ના દરે ટેક્ષ આપવાનો વિકલ્પ અપાયો છે. આ કંપનીઓએ I.T.એક્ટ હેઠળ અન્ય કોઇ કપાતનો દાવો કરવાનો રહેશે નહીં. હાલમાં આ ઘરેલુ કંપનીઓને જેનું 400 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર છે. તેઓને 25%ના દરે ટેક્ષ કપાય છે. અન્ય ઘરેલુ કંપનીઓ માટે ટેક્ષનો દર 30% છે. આ વિધેયકમાં નવી ઘરેલુ ઉત્પાદન કંપનીઓને 15%નાં દરે કરકપાતનો વિકલ્પ અપાયો છે. જો કે આ કંપનીઓએ અન્ય કપાત કરવાની રહેશે નહીં. ઇન્ટરનેશનલ ફાઇનાનશીયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરીટી બિલ 2019, સ્પેશ્યિલ પ્રોટેક્શન ગ્રુપ સુધારણા વિધેયક 2019  અને રીસાયક્લીંગ ઓફ શીપ્સ બિલ 2019 પણ સભાગૃહમાં રજૂ કરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply