મની લોન્ડરિંગ કેસ મામલે રોબર્ટ વાડ્રા ED સમક્ષ હાજર થયા
Live TV
-
ઈડીની ટીમે રોબર્ટ વાડ્રા અને તેની કંપનીઓ અને અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે
આજે ઈડી પ્રથમવાર રોબર્ટ વાડરાની પૂછપરછ કરવામાં આવી હતી.. નવી દિલ્હી સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાર્યાલય ખાતે , રોબર્ટ વાડરા પૂછપરછ માટે હાજર થયા છે. ઈડીની ટીમે તાજેતરમાં જ રોબર્ડ વાડ્રાની નજીકના મનોજ અરોડાની ધરપકડ કરી હતી.તે પછી તેની સતત પૂછપરછ થઈ રહી છે ઈડીની ટીમે રોબર્ટ વાડ્રા અને તેની કંપનીઓ અને અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.ઈડીની ટીમ દરેક પ્રકારની ગેરકાયદેસર નાણા મેળવવાની રીતભાત અને અપ્રમાણસર સંપત્તિ અંગે તપાસ કરશે.વાડરાના નામે લંડનમાં રહેલી 19 લાખ પાઉન્ડની સંપત્તિ પણ ઈડીના રડારમાં છે.આ સંપત્તિ મામલે પણ ઈડી પૂછ પરછ કરી શકે છે.રોબર્ટ વાડ્રાના આ પુછતાછ મામલે ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યુ કે યુપીએ શાસનકાળમાં વર્ષ 2009 માં એક પેટ્રોલિયમ સોદામાં દલાલીની રકમ વાડ્રાને હસ્તાંતરીત કરવામાં આવી જેનાથી તેમણે લંડનમાં સંપતિઓ ખરીદી. બીજેપી પ્રવકતા સંબિત પાત્રાએ આજે દિલ્હીમાં આ લેવડ દેવડ મામલે રાહુલ ગાંધી પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યુ હતુ
