મન કી બાતઃ વાવાઝોડા સામે હિંમતપૂર્વક લડનાર જનતાનો PM મોદીએ માન્યો આભાર
Live TV
-
પ્રધાનમંત્રીએ 'મન કી બાત' કાર્યક્રમ થકી દેશવાસીઓને સંબોધન કર્યું. કોરોના મહામારીની સાથે સાથે દેશમાં આવેલા બે વાવાઝોડા સામે લડત આપનાર જનતાનો આભાર માન્યો. તેમણે વાવાઝોડાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં દેશે પશ્ચિમમાં તાઉ તે અને પૂર્વમાં યાસ વાવાઝોડાનો સામનો કર્યો અસરગ્રસ્ત રાજ્યોએ યોગ્ય કામગીરી સાથે બચાવ કાર્યો કર્યાં તો ઓછામાં ઓછો મૃત્યુઆંક થાય તેવા સજાગ પ્રયત્નો કર્યાં.
દેશની સામૂહિક તાકાત અને આપણા સેવા-ભાવથી દેશ દરેક મુશ્કેલીના સમયમાંથી બહાર આવ્યો છે. તેમણે કહ્યું કે, તાજેતરનાં સમયમાં આપણે જોયું છે કે કેવી રીતે આપણા ડૉકટર્સ, નર્સિસ અને ફ્રન્ટલાઈન યોદ્ધાઓ પોતાની ચિંંતા કર્યા વગર રાત દિવસ કામ કરી રહ્યા છે. પડકારના આ સમયમાં ભારતીય રેલ્વે પણ ઓક્સિજન પરિવહનને સરળ બનાવવા માટે આગળ આવી. ઓક્સિજન એક્સપ્રેસ, ઓક્સિજન ટેન્કરની મદદથી દેશના ખૂણે ખૂણામાં ઓક્સિજનને ઝડપથી પહોંચાડવામાં આવ્યો છે તે બાબતે પણ વાતચીત કરી હતી.
ઉપરાંત પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના જૌનપુરના ઑક્સિજન ટેન્કર ચલાવનાર દિનેશ ઉપાધ્યાય અને ઑક્સિજન એક્સપ્રેસ ચલાવનાર મહિલા લોકો પાયલોટ શિરીષા ગજનીજી સાથે પણ વાતચીત કરી હતી.
