મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષાદળોએ ત્રણ દિવસમાં 37 નક્સલીઓને કર્યા ઠાર
Live TV
-
મહારાષ્ટ્રના ગઢચિરોલી નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષાદળોએ વધુ સફળતા મળી છે.
મહારાષ્ટ્રમાં ગઢચિરૌલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અથડામણમાં 37 નક્સલીઓને ઠાર કર્યા હતા. છેલ્લી ઘણા સમય દરમીયાન સુરક્ષા બળો દ્રારા નક્સલીઓ સામેનું આ સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર પોલીસના સી-60 કમાન્ડો સાથેની અથડાણમાં અત્યાર સુધીમાં 37 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસની મળેલી માહિતી અનુસાર જિલ્લામાં કસનાસુર અને જિમલગટ્ટાના જંગલોમાં સી-60 કમાન્ડો સાથે નક્સલીઓની અથડામણ થઇ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મરનાર નક્સલીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
