Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે માન્યો પ્રધાનમંત્રીનો આભાર

Live TV

X
  • ટ્વીટ કરીને કહ્યું એનસીપી અને ભાજપાનું ગઠબંધન રાજ્યમાં આપશે સ્થિર સરકાર

    સુપ્રીમ કોર્ટના નિદેશ બાદ મુંબઈમાં રાજકારણ ગરમાયું છે. ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે ગઇકાલે નિવેદનબાજુ જોવા મળી હતી. એનસીપીનો દાવો છે કે, 54માંથી 50 ધારાસભ્યો શરદ પવાર સાથે છે. અને વિધાનસભામાં વિશ્વાસમત દરમિયાન તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અજીત પવારે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ફડનવીસ સાથે મળીને સરકાર આપશે જે મહારાષ્ટ્રના લોકોના સારા ભવિષ્ય માટે સખત મહેનત કરશે. જોકે અજીત પવાર સાથે એ પણ ટ્વીટ કર્યું કે, તેઓ એનસીપીની સાથે છે અને શરદ પવાર તેમના નેતા જ બન્યા રહેશે. અજીત પવારના જવાબી ટ્વીટમાં શરદ પવારે પોતાના ભત્રીજાના નિવેદનને જુઠ્ઠું અને ગેરમાર્ગે દોરનારું બતાવ્યું છે. પોતાની વાત ઉપર કાયમ રહેતા શરદ પવારે કહ્યું કે તેમની પાર્ટી કોંગ્રેસ અને શિવસેના સાથે મળીને સરકારની રચના કરશે. ગઇકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની રચના અંગે આપેલા નિદેશબાદ મહારાષ્ટ્રમાં બેઠકોનો તબક્કો શરૂ કર્યો છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. દરમિયાન અજીત પવારે પ્રધાનમંત્રીના ટ્વીટનો જવાબ આપતાં તેમણે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મહારાષ્ટ્રના લોકોના સારા ભવિષ્ય માટે પરિશ્રમ કરીશું. અજીત પવારે અમિત શાહ, રાજનાથસિંહ અને નીતીન ગડકરીનો પણ આભાર માન્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply