રાજ્યસભામાં આજે ટ્રાન્સ જેન્ડર વ્યક્તિ અધિકાર સંરક્ષણ વિધેયક 2019 પર ચર્ચા
Live TV
-
ચિટ ફંડ સુધારા વિધેયક 2019 પર પણ થશે ચર્ચા
સંસદના શિયાળુ સત્રનું આજથી બીજું સપ્તાહ શરૂ થાય છે. લોકસભામાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ વિધેયક સહિત અનેક મહત્વપૂર્ણ વિધેયક ચર્ચા અને બહાલી માટે રજૂ થશે. વિધેયકમાં ઇલેક્ટ્રોનિક્સ સિગરેટનું ઉત્પાદન નિર્માણ, આયાત, નિકાસ, પરિવહન, વિતરણ, સંગ્રહ અને જાહેરાત ઉપર પ્રતિબંધની જોગવાઈ છે. આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈન સુધારા વિધેયક 2019 પણ ચર્ચા અને મંજૂરી માટે રજૂ થશે. જે રાજ્યસભામાં અગાઉ મંજૂર થયું છે. રાજ્યસભામાં ચીટફંડ સંશોધન વિધેયક 2019 અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિ અધિકાર સંરક્ષણ વિધેયક ચર્ચા અને મંજૂરી માટે રજૂ થશે.
