મહારાષ્ટ્ર સરકાર મામલો: સુપ્રીમ કોર્ટે આવતીકાલ સુધી ચુકાદો રાખ્યો અનામત
Live TV
-
કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આપી નોટીસ
મહારાષ્ટ્રનું રાજકારણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું છે. તે મુદ્દે આજે ફરી સુનાવણી શરૂ થઈ છે. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ રાજ્યપાલના બે પત્ર સુપ્રીમ કોર્ટને સુપ્રત કર્યા છે. જેમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવા અને દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટ્વીટમાં દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ અપાવવાના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારના નિર્ણય વિરુદ્ધ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની પીટીશન પર કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજીત પવારને પણ નોટિસ ઇસ્યૂ કરી છે
