Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના ભિવંડીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 10 લોકોના મોત

Live TV

X
  • મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઇમારત ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા છે. કાટમાળમાં હજું પણ 20થી 25 લોકો દબાયા હોવાની શક્યતા છે.

    મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભિવંડીમાં રવિવાર રાત્રે ત્રણ માળની એક ઇમારત ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા છે. કાટમાળમાં હજું પણ 20થી 25 લોકો દબાયા હોવાની શક્યતા છે. સ્થાનિકોએ 20 લોકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે.

    દુર્ઘટના રવિવાર રાત્રે 3 વાગ્યેને 40 મિનિટે બની હતી. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે આ બિલ્ડિંગ નબળી પડી હતી. તેમાં 21 પરિવાર રહેતા હતાં. NDRFની ટીમે સોમવાર સવારે કાટમાળમાંથી એક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર આ ઇમારત ઈ.સ. 1984માં બની હતી. ભિવંડીના મ્યુનિસિપલ કમિશ્નરના PROએ આઠ લોકોના મોતને સમર્થન આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply