Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે બિહારમાં નવ રાજમાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 12 કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં નવ રાજમાર્ગ પરિયોજનાની આધારશિલા રાખશે.. જે નવ રાજમાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ થવાનો છે તેમા 350 કિલોમીટલ માર્ગોનું નિર્માણ કરવામાં આવશે..

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 12 કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં નવ રાજમાર્ગ પરિયોજનાની આધારશિલા રાખશે.. જે નવ રાજમાર્ગ પરિયોજનાનો શિલાન્યાસ થવાનો છે તેમા 350 કિલોમીટલ માર્ગોનું નિર્માણ કરવામાં આવશે.. જેના પર 14 હજાર 258 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે,... આ માર્ગોના નિર્માણથી બિહારના વિકાસને વેગ મળશે તેમજ સંપર્ક સરળ બનશે સાથે જ બિહાર સહિત આસપાસના વિસ્તારોમાં આર્થિક વૃદ્ધિમાં પણ તેજી આવશે,. બિહાર ઉપરાંત પાડોશી રાજ્યો ઝારખંડ તથા ઉત્તરપ્રદેશના લોકો અને સામાનની હેરફેર પણ સરળ બની જશે.. આ ઉપરાતં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાનું પણ ઉદ્ધાટન કરશે..જેના દ્વારા બિહારના તમામ 45 હજાર 945 ગામોને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાનાં માધ્યમથી જોડવામાં આવશે.. આ પરિયોજના દૂરસંચાર વિભાગ તેમજ ટેકનોલોજી મંત્રાલય અને સામાન્ય સેવા કેન્દ્રના સંયુક્ત પ્રયાસો થી કાર્યાન્વિત થશે.. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ સંદેશમાં આજના દિવસને બિહાર માટે ઐતિહાસિક ગણાવ્યો હતો.. તેમણે જણાવ્યું હતું કે, બિહારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને આર્થિક પ્રગતિમાં વેગ લાવવા માટે આજનો દિવસ ખુબજ મહત્વપૂર્ણ છે.. આ સાથે જ બિહાર ડિજીટલ ક્રાંતિની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે. અને આવનારા સમયમાં બિહારના તમામ ગામ ઈન્ટરનેટ સેવા સાથે જોડાઈ જશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply