મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના 43 સભ્યોના મંત્રીમંડળમાં મંત્રીઓને વિભાગોની ફાળવણીની જાહેરાત
Live TV
-
નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર નાણાં અને યોજના વિભાગના મંત્રી બનશે. NCPના અનિલ દેશમુખ નવા ગૃહ મંત્રી હશે. પ્રથમ વખત શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરેને પર્યાવરણ, પ્રવાસ અને પ્રોટોકોલ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટને મહેસૂલ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ સાથે મળીને એક મહત્વપૂર્ણ વિભાગ ગણાતા શહેરી વિકાસ વિભાગ શિવસેનાના એકનાથ શિંદેને સોંપાયો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય અશોક ચૌહાણને જાહેર બાંધકામ વિભાગ મળ્યો છે. આમ NCPને 16, કોંગ્રેસને 10 અને મુખ્યમંત્રી પદ ઉપરાંત શિવસેના પાસે 14 મંત્રી પદ છે.
