મહારાષ્ટ્રના રાજયપાલે ખેડૂતોને સહાયની કરી જાહેરાત
Live TV
-
સમગ્ર મહારાષ્ટ્રમાં ઓક્ટોબર - નવેમ્બરમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે
સમગ્ર મહારાષ્ટ્રમાં ઓક્ટોબર - નવેમ્બરમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ નુકસાનથી પ્રભાવિત ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની જાહેરાત કરી હતી. બે હેક્ટર ખરીફ ખેતી માટે આઠ હજાર રૂપિયા જ્યારે એકથી બે હેક્ટર બાગાયતી ખેતી તથા બારેમાસ થતા પાક માટે અઢાર હજાર રૂપિયા આપવાની તેમણે જાહેરાત કરી હતી. તો ખેડૂતોના બાળકોને પરીક્ષા ફી ભરવામાંથી પણ રાહત આપવામાં આવી છે.
