રાષ્ટ્રીય આદિવાસી તહેવાર આદિ મહોત્સવ 2019ને અમિત શાહ મુક્યો ખુલ્લો
Live TV
-
16થી 30 નવેમ્બર સુધી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિવાસી તહેવાર આદિ મહોત્સવ 2019નું આયોજન થયું છે. મહોત્સવનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર આદિવાસીઓની સંસ્કૃતિ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વગર તેમના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસી એકલવ્ય મોડલ હેઠળ સરકાર 2022 સુધી તમામ બ્લોકમાં આદિવાસી સ્કૂલનું નિર્માણ કરશે.
