Skip to main content
Settings Settings for Dark

સંસદના શિયાળુ સત્રનો આજથી થશે આરંભ

Live TV

X
  • સંસદના શિયાળુ સત્રનો આજથી આરંભ થઈ રહ્યો છે. 13 ડિસેમ્બર સુધી ચાલનારા સત્ર દરમિયાન 20 બેઠકો મળશે. આ પહેલા રવિવારે નવી દિલ્હી ખાતે મળેલી સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. બેઠક પછી સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ તમામ રાજકીય પક્ષોને આગામી સત્રને પણ ગત સત્ર જેટલું જ સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. સંસદનું શિયાળુ સત્ર આ વખતે ઐતિહાસિક બની રહેશે. કારણ કે, રાજ્યસભાનું આ બસો પચાસમું સત્ર પણ બની રહેશે. આ પ્રસંગે રાજ્યસભામાં ભારતીય રાજકારણમાં ઉપલાગૃહની ભૂમિકા અને સુધારાની જરૂરિયાત પર વિશેષ ચર્ચા પણ થશે. સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી હતી કે, સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં દેશના વિકાસ અને દેશના નાગરિકોને સશક્ત કરવાના મુદ્દે હકારાત્મક ચર્ચા થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply