મહારાષ્ટ્રમાં સરકાર માટે સસ્પેન્સ યથાવત્
Live TV
-
શિવસેનાએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બનવા માટે હજુ પણ કોકડું ગુચવાયું છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ગઈકાલે રાજકીય માહોલ ગરમાયો હતો, જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાત મહારાષ્ટ્રના ખેડૂતોની મુશ્કેલીઓથી જોડાયેલ મુદ્દા પર હતી પણ મહારાષ્ટ્રની તાજેતરની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસની અમીત શાહ સાથે આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં જલદીથી સરકાર રચાશે તેવી બાહેધરી આપી હતી
