Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ નાસિકમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફૂંકશે ભાજપનું ચૂંટણી રણશિંગુ

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં સંભવિત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાસિકમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી મહાજનાદેશ યાત્રાનું સમાપન કરશે. આ સાથે પીએમ એક જનસભાને પણ સંબોધિત કરશે. જેમાં દોઢ લાખથી વધુ લોકો આવે તેવી સંભાવના છે.

    આ રેલી પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રથયાત્રા દ્વારા નાસિકના લોકો સાથે સંવાદ સાધશે. લગભગ મહિના ભર ચાલેલી આ યાત્રામાં મુખ્યમંત્રીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળના હિસાબ આપ્યો હતો. મહાજનાદેશ યાત્રાએ રાજ્યમાં અત્યાર સુધી 4000 કિલોમીટરની સફર કરી છે.

    આ યાત્રામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘણી રેલીઓ, સ્વાગત સભા અને સંવાદદાતા સંમેલનમાં ભાગ લીધો હતો. યાત્રાની શરુઆત વિદર્ભના અમરાવતી જિલ્લાના મોજરી ગામમાં થઈ હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply