Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બેંગલુરુમાં સ્વદેશી અને ઓછું વજન ધરાવનાર લડાકુ વિમાન LCA તેજસમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. પ્રથમ વખત દેશના સંરક્ષણ મંત્રીએ સ્વદેશી લડાકુ વિમાન તેજસમાં ઉડાન ભરી છે. તેજસ વિમાનની ડિઝાઈન એયરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ તૈયાર કરી છે અને ભારતીય વાયુસેના માટે આ વિમાનનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કર્યું છે. આ એક સ્વદેશી મલ્ટીરોલ ફાઇટર જેટ છે. તેજસની ખાસિયત છે કે આ એક નાનું લડાકું વિમાન હોવા છતા સૌથી અત્યાધુનિક છે. 'તેજસ',, વાયુસેનાના 45 સ્કોડ્રનમાં સામેલ છે. હિન્દુસ્તાન એયરનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલા આ વિમાનનું આધિકારિક નામ તેજસ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતું. આ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ અત્યાધિક તાકાતવર ઉર્જા થાય છે. HALએ આ વિમાનને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવ્યું છે. તેજસ હવામાંથી જમીન ઉપર મિસાઇલ ફેકી શકે છે. આમાં એન્ટીશિપ મિસાઇલ, બોમ્બ અને રોકેટ પણ લગાવી શકાય છે. તેજસ ફાઇટર 43.4 ફૂટ લાંબુ અને 14.9 ફૂટ ઉચું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેજસમાં ઉડાન ભર્યા પછી પોતાની પ્રતિક્રિયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply