Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર સંકટ : શિવસેના, કોંગ્રેસ અને NCP નું હયાત હોટલમાં શક્તિ પ્રદર્શન

Live TV

X
  • એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ રાજભવનમાં 162 ધારાસભ્યોની યાદી સોંપી છે

    મહારાષ્ટ્રમાં સરકાર રચનાને લઈને હજુ ઘમાસાણ ચાલુ છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ મુંબઈની હયાત હોટલમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ રાજભવનમાં 162 ધારાસભ્યોની યાદી સોંપી છે. અને હવે તેઓ જનતા તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ શક્તિ પ્રદર્શન કરીને દર્શાવવા માગે છે કે તેમની પાસે બહુમત છે. હોટલ હયાતમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને અશોક ચૌહાણ સહિત ત્રણેય પાર્ટીનાં તમામ 162 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, અજીત પવારનો નિર્ણય પાર્ટીનો નિર્ણય નથી. અજીતની સાથે જે ધારાસભ્યો ગયા હતા તેમને અધુરી જાણકારી આપવામાં આવી હતી. તો સાથે જ તેમણે કહ્યું હતું કે, અમારા ધારાસભ્યોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે, આ ગઠબંધન વર્ષો સુધી ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply