મહિલા સશક્તિકરણ માટે સરકારે કરી વિશેષ અભિયાનની શરૂઆત
Live TV
-
સરકારે શિક્ષણના માધ્યમથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે.
આ અંગે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે, જેની શરૂઆત આજથી જ કરવામા આવશે અને આ અભિયાન આખું વર્ષ ચલાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે 2014થી કિશોરીઓના શિક્ષણ માટે અનેક પ્રયાસો કર્યાં છે. બેટી બચાઓ, બેટી પઢાઓ કાર્યક્રમ સફળ થતા શાળાઓમાં કિશોરીઓના એડમિશન પણ વધ્યા છે. આ અભિયાન અંતર્ગત સ્કૂલ સ્તરની કિશોરીઓ માટે આત્મરક્ષા ઓલંપિયાડનું આયોજન કરાશે અને ધો. 6 થી 12ની વિદ્યાર્થિનીઓને આત્મરક્ષાનું પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.
