મિઝોરમમાં ચૂંટણી પ્રચાર શરૂ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મિઝોરમના લુંગલેઈમાં જાહેરસભાને સંબોધન પહેલા એક રોડ શો પણ કર્યો હતો. જ્યાં સ્થાનિક લોકોએ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મિઝોરમના ,લુંગલેઈ ખાતે જાહેરસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગત ચાર વર્ષમાં એક્ટ ઈસ્ટ નીતિ પર ઝડપથી કામ થઈ રહ્યું છે અને તેમની સરકાર પ્રગતિ અને વિકાસ આ બે મુદ્દાઓ પર જ કામ કરી રહી છે.
સાથે તેમણે લોકોને વિશ્વાસ આપ્યો છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો રાજ્યનો વિકાસ થશે અને રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળશે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ પર કોંગ્રેસ પક્ષ કામ કરી રહ્યો છે. તો બીજી તરફ વિદિશા ખાતે કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું કે જો રાજ્યમાં તેમની સરકાર આવશે તો મઘ્યપ્રદેશને કૃષિ કેન્દ્ર બનાવવામાં આવશે.
