Skip to main content
Settings Settings for Dark

મુંબઇમાં ભારે વરસાદને લઇને જાહેર કરવામાં આવ્યું એલર્ટ

Live TV

X
  • મુંબઇમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે મુંબઇમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર મુંબઇ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર પશ્રિમી મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લઇને ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ પૂર્વાનુમાન મુજબ પાલઘર, થાણે અને મુંબઇ વરસાદથી વધુ પ્રભાવીત થઇ શકે છે. એક ચક્રવાતી તોફાન શનિવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના મેદાની વિસ્તારોમાં ટકરાઇ શકે છે. આ તોફાનના કારણે આ બન્ને રાજ્યોના મેદાની વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર-પૂર્વી રાજ્યોમાં પણ પાંચ અને છ ડિસેમ્બરે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગના બુલેટીનમાં જણાવાયું છે કે આંદામાન સાગર ઉપર દબાણનું ક્ષેત્ર આગામી 12 કલાકમાં બની શકે છે. અને શુક્રવારની આસપાસ મધ્ય બંગાળ ઉપર ચક્રવાતી તોફાનમાં બદલાઇ શકે છે. ગુજરાતમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે માવઠું થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે જ્યારે આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2024 Max Temp : °C Min Temp : °C
apply