Skip to main content
Settings Settings for Dark

સરકારે વિદેશથી આવનાર પ્રવાસીઓ માટે ઓમિક્રોન વોરીયન્ટને લઇને નવા નિયમો કર્યા લાગુ

Live TV

X
  • કોરોનાના નવા વોરીયન્ટ ઓમિક્રોનને લઇને સરકારે બીજા દેશથી આવનાર પ્રવાસીઓ માટે લાગુ કરેલા નવા દિશા નિર્દેશ આજથી લાગુ કર્યા છે. આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવનાર લોકો માટે દિશા નિર્દેશમાં સુધારો કર્યો છે. જે આજથી લાગુ કર્યા છે. જેમા દરેક પ્રવાસીઓએ ગત 14 દિવસોના પ્રવાસની વિગતો આપવાની રહેશે. સાથે એર સુવિધા પોર્ટલ પર આરટીપીસીઆર રીપોર્ટનો નેગેટીવ રીપોર્ટ અપલોડ કરવાનો રહેશે. 12 જોખમ વાળા દેશોથી આવનાર પ્રવાસીઓને દેશમાં આવ્યાં બાદ કોવિડ ટેસ્ટ કરાવવાનો રહેશે.  એરપોર્ટ પર નવા ટેસ્ટના રીપોર્ટ માટે રાહ જોવાની રહેશે. પ્રવાસીઓનો રીપોર્ટ નેગેટીવ આવે તો તેને સાત દિવસ માટે ક્વોરોન્ટીનમાં રહેવુ પડશે, અને આઠમાં દિવસે ફરી ટેસ્ટ કરાવવાનો રહેશે અને નેગેટીવ રીપોર્ટ આવે તો આગામી સાત દિવસો માટે તેણે પોતે સાત દિવસ માટે પોતાના આરોગ્યની સંભાળ લેવાની રહેશે. જ્યારે જોખમ શ્રેણીવાળા દેશ સિવાયના પ્રવાસીઓને એરપોર્ટથી બહાર જવાની પરવાનગી રહેશે અને તેમને 14 દિવસ માટે પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવાની રહેશે. 12 જોખમવાળા દેશોમાં યુનાઇટેડ કીંગડમ સહિત યુરોપના દેશ દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશીયશ, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાબ્વે, સીંગાપુર, હોંગકોંગ, અને ઇઝરાયલ સામેલ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2024 Max Temp : °C Min Temp : °C
apply