Skip to main content
Settings Settings for Dark

મુંબઈની અદાલતે રાણા કપૂરની ઈડી કસ્ટડી  16મી સુધી લંબાવી

Live TV

X
  • યસ બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO 62 વર્ષિય રાણા કપૂરની નાણાંકીય ગેરરીતિ નિવારણ અધિનિયમ હેઠળ રવિવારે ધરપકડ કરાઈ હતી

    મુંબઈ વિશેષ અદાલતે યસ બેંકના સ્થાપક રાણા કપૂરની ઈડી કસ્ટડી 16 માર્ચ સુધી લંબાવી છે. રાણા કપૂરને ગઈકાલે વિશેષ અદાલતના ન્યાયાધીશ પી. ડી. રાજવૈદ્ય સમક્ષ રજૂ કરાયા હતા. યસ બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO 62 વર્ષિય રાણા કપૂરની નાણાંકીય ગેરરીતિ નિવારણ અધિનિયમ હેઠળ રવિવારે ધરપકડ કરાઈ હતી. કપૂરને ઈડીએ 8 માર્ચે મુંબઇથી ધરપકડ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પણ કપૂર વિરુદ્ધ એક અલગ કેસ દાખલ કર્યો છે. ઇડીએ રવિવારે હોલિડે કોર્ટમાં તેની રિમાન્ડ અરજીમાં મની લોન્ડરિંગની વાત કરતાં કહ્યું કે કેવી રીતે રાણા કપૂરે તેના પરિવાર દ્વારા નિયંત્રિત કંપનીઓ દ્વારા રૂ 2000 કરોડથી વધુની લાંચ લીધી હતી. આ ઉપરાંત ઇડીએ રાણાના સેક્રેટરી દ્વારા કરોડોની લાંચ લેવાની વાત જણાવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply