મુંબઈમાં ભાજપાના મનોજ કોટકના રોડ શોમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાગ લીધો
Live TV
-
મુંબઈમાં ભાજપાના નગર સેવક અને BMCમાં પાર્ટીના ગ્રૂપ લીડર મનોજ કોટકના રોડ શોમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાગ લીધો હતો. તેમણે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે પ્રદેશમાં PM મોદીને લઈને ઉમંગ છે. તેમણે ઉમેર્યું કે PM મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ ની જોડી દેશમાં ફરી એકવાર સત્તાનું નેતૃત્વ કરશે. બાદમાં ભાનુશાળી વાડી તિલક રોડ ઘાટકોપરમાં જન સભાને સંબોધન કરવાનો તેમનો કાર્યક્રમ હતો. મુખ્યમંત્રી આવતીકાલે મધ્યપ્રદેશ જશે જ્યાં સગર લોકસભા બેઠકના ઉમેદવાર રાજ બહાદૂર સિંહના સમર્થનમાં પ્રચાર કરશે. આ ઉપરાંત તેઓ પ્રબુદ્ધ વર્ગ સંમેલનને પણ સંબોધિત કરશે.
