મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનએ તેમના પદેથી આપ્યું રાજીનામુ
Live TV
-
અરવિંદ સુબ્રમણ્યનના રાજીનામાની પુષ્ટિ નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબૂક પોસ્ટ મારફત કરી છે. અરુણ જેટલીએ ફેસબૂક પર અરવિંદ સુબ્રમણ્યન માટે થેન્ક યૂ નોટ લખી છે.
ફેસબૂક પોસ્ટમાં અરુણ જેટલીએ ,ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યનના અમેરિકા પરત જવાના નિર્ણય વિશે માહિતી આપી છે. સુબ્રમણ્યને પારિવારિક કારણોસર અમેરિકા પાછા જવા માગે છે એવું કારણ આપ્યું છે. જેટલીએ વધુમાં જણાવ્યું છે કે, તેમને સુબ્રમણ્યનની વાત માનવા સિવાય કોઇ વિકલ્પ ન હતો.
ઉલ્લેખનીય છે કે, અરવિંદ સુબ્રમણ્યન ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાંથી એમબીએ થયા હતા. સુબ્રમણ્યને રઘુરામ રાજનના ઉત્તરાધિકારી તરીકે ઓક્ટોબર 2014માં આ હોદ્દો સંભાળ્યો હતો.
