2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય : પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ થકી દેશભરના ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને ખેડૂતોની વાતને સાંભળી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમવાર નમો એપ થકી ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. ખેડૂતો સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશના વિકાસમાં ખેડૂતોનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે.
ખેડૂતોને તેમના ઉપજના પર્યાપ્ત નાણાં મળે અને તેમને ઓછામાં ઓછું નુકસાન થાય તે દિશામાં કેન્દ્ર સરકાર કામ કરી રહી હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું.
