"મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ , અ યર ઇન ઓફિસ" નું વિમોચન
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વૈકેંયા નાયડુનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારે તેમના અનુભવો અંગેનું પુસ્તક "મૂવિંગ ઓન મૂવિંગ ફોરવર્ડ , અ યર ઇન ઓફિસ" નું વિમોચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પુસ્તકમાં જન જાગૃતિ વધારવા ઉપરાંત અનેક મહત્વ પૂર્ણ વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નાણાંમંત્રી અરૂણ જેટલી પૂર્વ પ્રધાનમંત્રી એચ. ડી. દેવેગૌડા , અને ડોક્ટર મનમોહન સિંહ સહિતના મહાનુભાવોએ પણ સંબોધન કર્યું હતું. લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજન સહિતના અગ્રણીઓ પુસ્તક વિમોચન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું , કે આદર કરતાં આચરણ વધુ મહત્વનું છે. ખેડૂતોના હિતમાં કામ કરતા રહેવું દેશ માટે મહત્વનું છે.
