Skip to main content
Settings Settings for Dark

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ

Live TV

X
  • બજેટ માટે આમ આદમીથી લઈને ઉદ્યોગજગત અને નોકરિયાત વર્ગને વધુ આશા

    આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ થવાનું છે. દેશના પહેલાં મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ NDA સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ સામે અર્થવ્યવસ્થાને બીજીવાર ગતિ આપવાનો પડકાર છે. ઓછો વિકાસદર, રોજગારની નવી તકો, બચત અને ઉપભોગમાં પછડાટ, ચોમાસાની ધીમી શરુઆત, વૈશ્વિક સુસ્તી અને ટ્રેડ વોરના કારણે તેમની સામે મોટા પડકારો ઉભા છે.

    આ બજેટ માટે આમ આદમીથી લઈને ઉદ્યોગજગત અને નોકરિયાત વર્ગને વધુ પડતી આશાઓ છે. લોકોને અપેક્ષા છે કે, નાણામંત્રી એવા પગલા ભરશે જેનાથી અર્થ વ્યવસ્થા મજબૂત થશે. આ સાથે જ સામાન્ય વર્ગને પણ રાહત મળશે. ગત NDA સરકાર-1માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે સરકાર સંસદના પહેલા સત્રમાં પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણામંત્રી સામે અર્થવ્યવસ્થાને ફરી એકવાર વધુ વેગ આપવાનો પડકાર છે. કેવું રહેશે મોદી સરકાર-2નું પહેલું બજેટ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

    બજેટ રજૂ થાય તે પૂર્વે સંસદના બંને ગૃહમાં વર્ષ 2018-2019નું આર્થિક સર્વેક્ષણ રજુ થયું હતું. નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2018-2019 માટેના આર્થિક સર્વેક્ષણ અહેવાલને રાજ્યસભાના મેજ પર મૂક્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply