રાહુલ ગાંધીને માનહાનિ મામલે મળ્યા જામીન
Live TV
-
પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે સ્વયંસેવક સંઘના કાર્યકર્તાનું નામ જોડવા અંગે રાહુલ ગાંધી સામે થયો હતો કેસ
મુંબઈ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે જામીન આપ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યકર્તાએ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે સ્વયંસેવક સંઘના કાર્યકર્તાનું નામ જોડવા અંગે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
રાહુસ ગાંધીએ મુંબઈની કોર્ટમાં માનહાનિ મામલે પોતાને નિર્દોષ ગણાવ્યા હતાં. કોર્ટે રાહુલ ગાંધીને 15,000 રુપિયાના મુચરકા પર જામીન આપ્યા હતાં. કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામા પછી રાહુલ ગાંધી મુંબઈ પહોંચ્યા હતાં. કોંગ્રેસ નેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસનો સામનો કરી રહ્યાં છે. પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે સ્વયંસેવક સંઘના કાર્યકર્તાનું નામ જોડવા અંગે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
