મોસમ વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી
Live TV
-
બિહારના ભોજપુર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 16 મિલિમીટર કરતા વધારે વરસાદ નોંધાયો.
દેશના ઘણા વિસ્તારો હાલ વરસાદથી બેહાલ છે. મોસમ વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બિહારના ભોજપુર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 16 મિલિમીટર કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ દરમિયાન મધ્યપ્રદેશના બાંધસાગર ડેમમાંથી પાણી છોડાતા બિહારની સુન અને ગંગા નદીમાં પૂરની સ્થિતિ વધારે ખરાબ થઈ છે. ઉત્તરપ્રદેશમાં 24 કલાક દરમિયાન વરસાદથી જોડાયેલી ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. પૂર અને વરસાદ પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
