યુક્રેનથી ભારત આવેલા ભારતીય વિદ્યાર્થીઓનું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું સ્વાગત
Live TV
-
ઓરેપરેશન ગંગા મિશન હેઠળ, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મિશન હેઠળ બુખારેસ્ટ અને બુડાપોસ્ટની સરહદેથી 12000 થી વઘુ ભારતીયો સ્વદેશ પહોંચી ચુક્યા છે. અત્યાર સુધીમાં 9 ફ્લાઈટ ભારતીયોને લઈને દિલ્લી અને મુંબઈ પહોંચી ચુકી છે. ત્યારે આજે સવારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની એક ફલાઈટ દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. 220 વિદ્યાર્થીઓને આવકારવા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ એરુપોર્ટ પહોંચ્યા હતા. સાથે સવારે પોલેન્ડથી વધુ એક ફ્લાઈટ 218 ભારતીય નાગરિકોને લઈને દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. ફલાઈટમાં આવેલા વિદ્યાર્થીઓને આવકારવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ઓપરેશન ગંગામાં એરફોર્ષની પણ મદદ લેવામાં આવી રહી છે. જેમાં ભારતના હિડન એરબેસથી વધુ એક C-17 ગ્લોબમાસ્ટરને રવાના કરવામાં આવ્યું. આ ગ્લોબમાસ્ટરમાં ભારતીયો માટે રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. જેમાં પાણી, ફુડપેકેટ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મેડીકલ કીટો મોકલવામાં આવી છે. બાજુ C-17 ગ્લોબમાસ્ટર રોમાનિયા જવા રવાના થયું છે. જ્યારે આજે જ વહેલી સવારે પહેલું C-17 ગ્લોબમાસ્ટર હિડન એરબેસથી રવાના થયું હતું. C-17 ગ્લોબમાસ્ટર એક ટ્રા્ન્સપોર્ટ એરક્રાફ્ટ છે. જેમાં સેંકડો ટન સાધન સામાગ્રીને એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડી શકાય છે. આ અગાઉ પણ દેશના નાગરિકોને પરત લાવવામાં અનેક મુશ્કેલીઓમાં C-17 ગ્લોબમાસ્ટર સંકટમોચક સાબિત થયું છે. સાથે આગામી ત્રણ દિવસમાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા વધુ 26 ફલાઈટ રવાના થશે જેમાં બુખારેસ્ટ, બુડાપોસ્ટ ,પોલ્રેન્ડ અને સ્લોવાકિયાના એરપોર્ટસને પસંદ કરવામાં આવ્યો છે. વધુમાં વધુ ભારતીયોને સ્વદેશ લાવવા સ્પાઇસ જેટનું વિમાન ગઈકાલે સ્લોવાકિયા જવા રવાના થયું છે
