યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન રવાના
Live TV
-
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા હાલ ચાલી રહેલા ઓપરેશન ગંગામાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. જેમાં ભારતના હિંડન એરબેસથી વહેલી સવારે વધુ એક C-17 ગ્લોબમાસ્ટર પ્લેનને રવાના કરવામાં આવ્યું હતું. આ ગ્લોબમાસ્ટર પ્લેનમાં ભારતીયો માટે રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. જેમાં પાણી, ફુડપેકેટ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મેડીકલ કીટસ પણ રવાના કરવામાં આવી છે.
C-17 ગ્લોબમાસ્ટર એક ટ્રા્ન્સપોર્ટ એરક્રાફ્ટ છે. જેમાં સેંકડો ટન સાધન સામાગ્રીને એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડી શકાય છે. આ અગાઉ પણ દેશના નાગરિકોને પરત લાવવામાં અનેક મુશ્કેલીઓમાં C-17 ગ્લોબમાસ્ટર સંકટમોચન સાબિત થયું છે. આ સાથે આગામી ત્રણ દિવસમાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા વધુ 26 ફલાઈટ રવાના થશે. અન્ય ભારતીયો પણ જલદીથી સ્વદેશ પહોંચે તે માટે સ્પાઇસ જેટનું વિમાન ગઈકાલે સ્લોવાકિયા જવા રવાના થયું હતું. નોંધનીય છે કે, યૂક્રેનનો હવાઈ માર્ગ બંધ હોવાને કારણે ભારત પોતાના નાગરિકોને રોમાનિયા, હંગેરી તેમજ પોલેન્ડ અને સ્લોવાકિયા જેવા પાડોશી રાજયની સીમાથી બહાર લાવવામાં મદદ કરી રહ્યું છે.
