Skip to main content
Settings Settings for Dark

યુક્રેનમાં ફસાયેલા 1200 વિદ્યાર્થીઓને 6 ફ્લાઈટમાં રોમાનિયાથી પરત લવાશેઃ જ્યોતિરાદિત્ય સિંધીયા

Live TV

X
  • યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા કેન્દ્ર સરકારે 4 કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનની આસપાસ આવેલા અલગ-અલગ દેશોમાં મોકલ્યા છે. આ મંત્રીઓમાં રોમાનીયા ગયેલા કેન્દ્રીય ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ આજે રોમાનીયાની રાજધાની બુચારેસ્ટમાં ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધીયાએ એક ટ્વીટમાં માહિતી આપી છે કે, બુચારેસ્ટથી આજે ભારતીય વિદ્યાર્થીઓને લઈને 6 ફ્લાઈટ ઉપડશે. આ 6 ફ્લાઈટમાં કુલ 1200 વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવશે. 

    જ્યોતિરાદિત્ય સિંધીયાએ કરેલા ટ્વીટમાં તેમણે એરપોર્ટ પર મુકાયેલા ભારતીય વાયુ સેનાના પ્લેનની તસવીર પણ શેર કરી છે. આ પ્લેનમાં જ ભારતીય વિદ્યાર્થીઓને વતનમાં પરત લાવવામાં આવશે. આ સાથે જ્યોતિરાદિત્ય સિંધીયાએ આ રેસ્ક્યુ ઓપરેશનમાં સતત કામ કરવા બદલ એર ઈન્ડિયા, ઈન્ડિગો, અને એર ઈન્ડિયા એક્સપ્રેસનો આભાર પણ માન્યો હતો. 

    યુક્રેનના ભારતીય દૂતાવાસે એડવાઈઝરી બહાર પાડીઃ
    યુક્રેનમાં આવેલા ભારતીય દૂતાવાસે આજે ફરી એક નવી એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે, યુક્રેનના ખારકીવ શહેરમાં રહેલા ભારતીય નાગરીકો અને વિદ્યાર્થીઓએ ઝડપથી ખારકીવ શહેરને છોડી દેવું. આ એડવાઈઝરી પ્રમાણે ભારતીય નાગરીકોએ પોતાની સુરક્ષા અને સલામતી માટે ખારકીવ શહેરમાંથી નીકળી જવું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply