યુવાનોના કૌશલને કારણે સમગ્ર વિશ્વ ભારતને ઓળખે છે: કેન્દ્રિય નાણા મંત્રી
Live TV
-
વિશ્વ યુવા કૌશલ દિવસ અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતને કૌશલ વિકાસ હબ બનાવવાના સંકલ્પને સરકારે ફરીથી યાદ કર્યો છે. આ પ્રસંગે દિલ્હીમાં આયોજિત થયેલ એક કાર્યક્રમમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.
વિશ્વ યુવા કૌશલ દિવસ અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતને કૌશલ વિકાસ હબ બનાવવાના સંકલ્પને સરકારે ફરીથી યાદ કર્યો છે. આ પ્રસંગે દિલ્હીમાં આયોજિત થયેલ એક કાર્યક્રમમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. સરકાર દેશમાં રોજગાર માટે નવી તકો ઉત્પન્ન કરવા અને યુવાનોને ઉદ્યોગોની જરૂર પ્રમાણે તૈયાર કરવા માટે સ્કિલ ઇન્ડિયા અભિયાન ચલાવી રહી છે. સ્કિલ ઇન્ડિયા અભિયાન અગાઉની મોદી સરકારમાં શરૂ કરવામાં આવ્યું હતુ. આ અભિયાન મોદી સરકારની મહત્વકાંક્ષી યોજના છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતુ કે આજે ભારતના યુવાનોના કૌશલને કારણે સમગ્ર વિશ્વ ભારતને ઓળખે છે.
