યોગ દિવસની ઉજવણીને લઇને તૈયારીઓ શરૂ
Live TV
-
કેન્દ્ર સરકારે યોગ દિવસ પર વિશેષ કવરેજ કરવા માટે 33 મીડિયા સમુહોને સન્નમાનિત કરવાનો નિર્ણય કર્યો છે.
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવશે. આ પહેલા કેન્દ્ર સરકારે યોગ દિવસ પર વિશેષ કવરેજ કરવા માટે 33 મીડિયા સમુહોને સન્નમાનિત કરવાનો નિર્ણય કર્યો છે. સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રેડિયો, ટીવી અને છાપામાં 10 જૂનથી 25 જૂન યોગ અભિયાન ચલાવવામાં આવશે. તેનો જ્યુરીના નિર્ણય પછી આ માધ્યમોને સન્નમાનિત કરવામાં આવશે. વધુમાં જણાવ્યુ કે 22 ભારતીય ભાષાઓ સાથે અંગ્રેજી ભાષામાં કામ કરતા મીડિયા સમુહો પણ આ અભિયાન માટે આવેદન કરી શકે છે. આ પ્રસંગે જાવડેકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોના કારણે ભારતની અમુલ્ય ધરોહર ગણાતા યોગને વિશ્વમાં ખ્યાતી મળી છે. અને વિશ્વએ યોગને ખુલ્લાં મને સ્વીકાર્યો છે
