રક્ષામંત્રી નિર્મલા સીતારામને સૈનિકો સાથે કરી દિવાળીની ઉજવણી
Live TV
-
રક્ષામંત્રીએ આસામમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી જ્યાં તેમણે પૂર્વ સૈનિકો, સૈનિકોની પત્નીઓ અને સૈન્ય અધિકારીઓ સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો
રક્ષામંત્રી નિર્મલા સીતારામન સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે અરૂણાંચલ પ્રદેશ પહોંચ્યાં છે. તેમણે ચીનની સીમા સાથે જોડાયેલ દિંજન વેલીની ઘાટી પોસ્ટ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. રક્ષામંત્રીએ ગઈકાલે આસામમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જ્યાં તેમણે પૂર્વ સૈનિકો, સૈનિકોની પત્નીઓ અને સૈન્ય અધિકારીઓ સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૈનિકોનું મનોબળ વધારવા માટે રક્ષામંત્રી મહત્વની પોસ્ટ પર જઈને જવાનો સાથે મુલાકાત કરી રહ્યાં છે.
