રક્ષામંત્રી રાજનાથસિહે અમેરીકી રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે ટેલફોનીક વાતચીત કરી
Live TV
-
માર્ક એસ્પર સાથે રક્ષાસહયોગને મજબૂત કરવા દ્રઢ સંકલ્પ લેવાયો
રક્ષામંત્રી રાજનાથસિહે અમેરીકી રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે ટેલફોનીક વાતચીત કરી છે. બન્ને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગે રક્ષામંત્રીએ ટવીટર ઉપર જાણકારી આપી છે. તેમણે કહયું કે માર્ક એસ્પર સાથે રક્ષાસહયોગને મજબૂત કરવા દ્રઢ સંકલ્પ લેવાયો છે. રાજનાથસિહે કહયું છે કે ગત અઠવાડિયે ઇરાનના ટોચના કમાન્ડર માર્યા ગયા બાદ ખાડીક્ષેત્રમાં સુરક્ષાઅંગે ચર્ચા કરાઇ હતી. વાતચીત દરમિયાન રક્ષામંત્રીએ એસ્પર સાથે ખાડીદેશોમાં ભારતની ભાગીદારી અને હિતો તેમજ આ ક્ષેત્રમાં ઉભો થયેલ તનાવ અંગે જાણકારી આપી હતી
